યોગી આદિત્યનાથનો મોટો નિર્ણય, જાણો કારણ || News11 Gujarati

અયોધ્યામાં રામ મંદિરનું કામ ચાલી રહ્યું છે અને બીજી તરફ કૃષ્ણ જન્મ સ્થળ મથુરા વૃંદાવનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારે મથુરા વૃંદાવનમાં કૃષ્ણ જન્મ સ્થળની આસપાસના 10 કિમી વિસ્તારને તીર્થ સ્થળ જાહેર કર્યો છે. તમને જણાવી દઈએ કે, આ વિસ્તારમાં 22 નગર નિગમ વોર્ડ આવે છે, જેમને તીર્થ સ્થળ જાહેર કરવામાં આવ્યા છે. ગયા મહિને સીએમ યોગી આદિત્યનાથે મથુરામં જ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવી હતી. જે પછીથી મથૂરા તીર્થ સ્થળ જાહેર કરવાનો આ નિર્ણય વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મથૂરામાં આવીને યોગી આદિત્યનાથે ભગવાન કૃષ્ણના દર્શન કર્યા હતા. આ દરમિયાન મથુરામાં સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, પહેલા તહેવારો પર શુભકામના પાઠવવા મુખ્યમંત્રી, ધારાસભ્ય અહીં આવતા ન હતા. તેમણે કટાક્ષ કરતા વધુમાં કહ્યું કે, જે લોકો પહેલા મંદિરે જતા ડરતા હતા. તેઓ હવે કહે છે, રામ મારા છે, કૃષ્ણ મારા છે. નોંધનીય છે કે હાલમાં ઉત્તર પ્રદેશમાં તીર્થસ્થળોના વિકાસના કામો ચાલી રહ્યા છે. અયોધ્યા, મથૂરા વગેરે જેવા સ્થળોએ સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ રામનગરી અયોધ્યામાં પણ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મંદિરનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. એવુ માનવમાં આવે છે કે, 2024 સુધીમાં અયોધ્યામાં મંદિરનું કામ પૂર્ણ થઈ જશે. આ ઉપરાંત પીએમ મોદીના મતક્ષેત્રમાં પણ કાશી વિશ્વનાથ કોરિડોરનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તે કાર્યપણ ટૂંક સમયમાં જ પૂર્ણ થઈ જશે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં રોડ રસ્તાના કામમાં પણ તેજી લાવવા સીએમ યોગી આદિત્યનાથે આદેશ આપ્યો છે. આ અંગે તેમણે સંબંધિત અધિકારીઓને આદેશ પણ આપી દીધા છે. આ અંગે 20 સપ્ટેમ્બરથી 20 નવેમ્બરની વચ્ચે ડ્રાઈવ પણ યોજવામાં આવશે નોંધનીય

 

News11 Gujarati

News11Gujarati

====================

Social Media Accounts:

You Tube:https://www.youtube.com/news11gujarati

Facebook:https://www.facebook.com/news11gujarati

Twitter:https://www.twitter.com/News11gujarati

Instagram:https://www.instagram.com/News11gujarati

Website:https://www.news11gujarati.com

Email:news11gujarati@gmail.com

If you like the post, Please Like, Share and Subscribe Our Channel…