બ્રહ્માકુમારી અને કલોલ હોમગાર્ડના જવાનો દ્વારા વિશ્વ સ્વાસ્થ્ય દિવસ મનાવવામાં આવ્યો || News11 Gujarati

વિશ્વ સ્વાસ્થ્ય દિવસ

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય અને કલોલ હોમગાર્ડ સુરક્ષા જવાનો સાથે મળીને વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરી આપણી ધરતી આપણું સ્વાસ્થ્યનો આધાર છે. મેરા ભારત સ્વસ્થ ભારત આઝાદીના અમૃત મહોત્સવના ઉપલક્ષમાં આપણી ધરતી આપણા સ્વાસ્થ્યનો આધાર છે. જેમાં રાજયોગી જીવન શૈલી વિશે બ્રહ્માકુમારી પ્રેમીલાબેન બ્રહ્માકુમારી ઝીન્કલબેન દ્વારા કલોલમાં સેવા બજાવી રહેલ હોમગાર્ડ જવાનોને ઈશ્વર સંદેશ તેમજ રાજ યોગનો અભ્યાસ કરવાની વિધિ જવાનોને બતાવવામાં આવ્યું. એમના મનને મનોબળ કરવા માટે રાજ્યનો અભ્યાસ ખૂબ જ આવશ્યક છે જેથી જીવનમાં તણાવ મુક્ત જીવન બને. આ સાથે તેમને નિયમિત વ્યાયામ સંતુલિત ભોજન જેમાં સહકારી ભોજન માટે એમને અવગત કરાવે સમય સમય પર શરીરનુ તપાસ કરાવવું. ડિજિટલ ડિટોકસથી બચવું. સારું સ્વાસ્થ્યએ સફળતાની ચાવી છે. સંતુલિત ભોજન નિયમિત વ્યાયામ કરવાથી આનંદથી જીવી શકે છે. સારવારથી બહેતર છે રોકથામ કરવું. બાહ્ય ભોજનનોથી બચવું ઘરનું ભોજન કરવું અને સ્વસ્થ રહેવું. રાજ યોગનો અભ્યાસ કરાવ્યો. બ્રહ્માકુમારી પ્રેમીલાબેન જેમને હોમગાર્ડના જવાનોને કહ્યું કે ખુશી જેવો ખોરાક નથી માટે સ્વસ્થ રહેવું હોય તો ખુશ રહેવું ખૂબ જરૂરી છે, અને ખુશીએ પરમાત્મા પ્રાપ્તિ કરવા માટે રાજયોગનો અભ્યાસ અવશ્ય કરવો જોઈએ. આ કાર્યક્રમમાં હોમગાર્ડ જવાનોના વરિષ્ઠ સિનિયર કમાન્ડિંગ ઓફિસર શ્રી.મનોજભાઈ પરમાર, તેમજ ઓફિસર શ્રી. પી.એસ. ચૌહાણજી અને સાથી અધિકારીઓ દ્વારા આ કાર્યક્રમ ખૂબ જ સુંદરતાથી આયોજન થયું. કલોલ સ્થિત હોમગાર્ડ જવાનોની ખૂબ જ સુંદર કાર્ય જવાનું દ્વારા થઈ રહેલ છે.