રાહુલ ગાંધીને હાઈકોર્ટમાં હાજર રહેવા નોટિસ
રાહુલ ગાંધી દ્વારા લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેર સભાના મંચ ઉપરથી તમામ મોદી ચોર હોય છે. એ પ્રકારનું નિવેદન આપ્યું હતું. જેને લઇને સુરતના પશ્ચિમ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા સુરત કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જેને લઇને સુરતમાં રાહુલ ગાંધી સામે આ કેસમાં તેમના નિવેદનો લેવામાં આવ્યાં હતાં. ત્યારે હવે હાઈકોર્ટમાં આ કેસમાં રાહુલ ગાંધીને 28મી માર્ચે હાજર રહેવા નોટિસ ફટકારવામાં આવી છે. આ કેસમાં પૂરાવો પૂરો થઈ જતાં કામ દલીલો ઉપર હતું.
રાહુલ ગાંધીનું ફર્ધર સ્ટેટમેન્ટ નવેસરથી
આ દરમ્યાન તા- 23 ફેબ્રુઆરીના રોજ ફરીયાદી મોદીના વકીલે ટ્રાયલ કોર્ટને એક અરજી આપી જણાવેલ હતું કે, પૂરાવામાં રજૂ થયેલ પેન ડ્રાઈવ અને ડિવિડિઝ જયારે રાહુલ ગાંધીનું ફર્ધર સ્ટેટમેન્ટ નામદાર કોર્ટમાં લેવામાં આવ્યું હતું. ત્યારે તે પ્લે કરી રાહુલ ગાંધીને બતાવી અને તેના કન્ટેન્ટ ઉપર ખુલાસાત્મક સવાલો કોર્ટે ફર્ધર સ્ટેટમેન્ટમાં પૂછ્યું નથી.આ કારણે ટ્રાયલમાં આ ખામી રહી છે. રાહુલ ગાંધીનું ફર્ધર સ્ટેટમેન્ટ નવેસરથી લેવુ જોઈએ. જો તેમ ન થાય તો ફરીયાદના કેસને ગંભીર નુકસાન થાય તેમ છે. ટ્રાયલ કોર્ટે ફરીયાદી પક્ષની આ અરજી રદ કરી હતી. જે અરજીના હુકમ વિરુધ્ધ પૂર્ણશભાઇ મોદીએ હાઈકોર્ટમાં દાખલ કરતાં ,હાઇકોર્ટે ફરિયાદીની અરજી દાખલ કરી અને નીચેની અદાલતના આ કેસની પ્રોસીડીંઝ કરી દીધી છે.