રાજ્યમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. એવામાં પાટીદારોની નારાજગી અને કોરોનાની બીજી લહેરમાં સરકારની કામગીરી સામે લોકોમાં રોષને જોતા ભાજપ હાઈ કમાન્ડે આખી સરકાર બદલી નાખી અને મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ સુધીમાં ફેરફાર કરી દેવાયો. ત્યારે ચૂંટણી અગાઉ ફરી લોકોનો વિશ્વાસ જીતવા માટે ભાજપ હવે નવા મંત્રીઓને પ્રજાની વચ્ચે મોકલશે….છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં ચુંટણીઓમાં જે રીતે પ્રજાએ ખોબલેને ખોબલે મત આપી ભાજપની વિકાસની રાજનીતિ સ્વીકારીને સતત આશીર્વાદ આપતા રહ્યા છે. તે માટે પ્રજાનું ઋણ સ્વીકાર કરવા “જન આશીર્વાદ યાત્રા” થકી નવ નિયુક્ત મંત્રીઓ પ્રજાની વચ્ચે આવ્યા હતા…સુરત રાજ્ય કક્ષાના મંત્રી વિનોદ મોરડીયની જન આશીર્વાદ યાત્રા સમગ્ર વિધાન સભા વિસ્તારમાં ફરી હતી…કતારગામ વિધાન સભા વિસ્તારના ધારાસભ્ય વિનોદ મોરડીયાને નવા મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે…તેઓને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવતા તેમને શહેર વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ ખાતું ફાળવાતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો….વિનોદ મોરડીયા રાજ્ય કક્ષાના મંત્રી બન્યા બાદ તેઓ પ્રથમ વાર જન આશીર્વાદ યાત્રાને લઈને સુરત પહોંચ્યા હતા…ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. ઠેર ઠેર બેનરો અને હોર્ડિંગ્સ લગાવામાં આવ્યા હતા. કાર્યકર્તાઓ દ્વારા મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું…કતારગામ વિધાન સભા વિસ્તારના તમામ વોર્ડમાં આ જન આશીર્વાદ યાત્રા ફરી હતી…અને વિસ્તારના લોકો દ્વારા ફૂલહાર પહેરાવીને ઠેર ઠેર ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું..
બળદેવ દેસાઈ
(સુરત)
News11 Gujarati
News11Gujarati
====================
Social Media Accounts:
You Tube:https://www.youtube.com/news11gujarati
Facebook:https://www.facebook.com/news11gujarati
Twitter:https://www.twitter.com/News11gujarati
Instagram:https://www.instagram.com/News11gujarati
Website:https://www.news11gujarati.com
Email:news11gujarati@gmail.com
If you like the post, Please Like, Share and Subscribe Our Channel…