કાબુલ એરપોર્ટ પર બ્લાસ્ટમાં મૃત્યુઆંક વધ્યો મૃતકોમાં તાલિબાનીઓ પણ સામેલ, જુઓ વધુમાં || News11 Gujarati

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના એરપોર્ટ પર આતંકી હુમલાના 16 કલાક બાદ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવામાં આવી છે. અને લોકોને ત્યાંથી એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે. ગુરુવારે સાંજે કાબુલ એરપોર્ટ પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાઓમાં 90 અફઘાની અને 13 અમેરિકન સૈનિકો માર્યા ગયા છે. જ્યારે 1,338 લોકો ઘાયલ થયા છે. માર્યા ગયેલા 90 અફઘાનીઓમાંથી 28 તાલિબાન હતા, જે કાબુલ એરપોર્ટની બહાર તહેનાત હતા. આં આતંકવાદી હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ISISના ખુરાસાન ગ્રુપે સ્વીકારી છે. વિસ્ફોટક હુમલા થી ધ્રૂજી ગયેલા કાબુલ એરપોર્ટ પર વધુ આતંકવાદી હુમલા થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એરપોર્ટના નોર્થ ગેટ પર કાર બોમ્બ-બ્લાસ્ટ થવાનું જોખમ છે. એવામાં કાબુલ સ્થિત અમેરિકી દૂતાવાસ નવું એલર્ટ જાહેર કર્યું છે, સાથે અમેરિકાએ કહ્યું હતું કે તે કાબુલમાંથી લોકોને બહાર કાઢવાનો સિલસિલો ચાલુ રાખશે. અમેરિકન પ્રમુખ જો.બાઇડનને હુમલાખોરોને કડક ચેતવણી આપતાં કહ્યું હતું કે તેઓ આતંકીઓને શોધી શોધીને ઠાર મારશે. આ હુમલામાં 103 લોકો માર્યા ગયા છે અને 200થી વધુ ઘાયલ થયા છે. મૃતકોમાં 12 યુએસ મરીન કમાન્ડો પણ સામેલ છે, જ્યારે 15 ઘાયલ થયા છે. આતંકી સંગઠન ISISના ખુરાસાન ગ્રુપે આ હુમલાની જવાબદાર લીધી છે. હુમલા બાદ કાબુલ એરપોર્ટ પરથી તમામ ફ્લાઇટ ઓપરેશન સ્થગિત કરવામાં આવ્યાં છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કાબુલ એરપોર્ટ પર હુમલાની નિંદા કરતાં કહ્યું હતું કે અમેરિકન સૈનિકોનાં મૃત્યુ ખૂબ જ દુઃખદ છે, અન્ય લોકોના જીવ બચાવવામાં અમેરિકન સૈનિકોનું બલિદાન અમે ક્યારેય નહીં ભૂલી શકીએ અને હુમલાખોરોને માફ નહીં કરીએ. અમે આતંકવાદીઓને પકડી પકડીને મારીશું, સૈનિકોના પરિવારો પ્રત્યે અમારી સંવેદના છે. અમે અમેરિકન નાગરિકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢીશું અને અફઘાન સાથીઓને પણ બહાર કાઢીશું. અમારું મિશન ચાલુ જ રહેશે અને જરૂર પડ્યે અમે વધારાના સૈનિકો પણ મોકલીશું.

News11 Gujarati

News11Gujarati

====================

Social Media Accounts:

You Tube:https://www.youtube.com/news11gujarati

Facebook:https://www.facebook.com/news11gujarati

Twitter:https://www.twitter.com/News11gujarati

Instagram:https://www.instagram.com/News11gujarati

Website:https://www.news11gujarati.com

Email:news11gujarati@gmail.com

If you like the post, Please Like, Share and Subscribe Our Channel…