સુરત: મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશનની કામગીરી તેજ કરવામાં આવી || News11 Gujarati

શહેર અને જિલ્લામાં ધીમા પગલે કોરોના સંક્રમણ આગળ વધી રહ્યું છે. ત્યારે કોરોનાને કાબૂમાં રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશનની કામગીરી તેજ કરવામાં આવી છે. સિટીલાઈટના જ્ઞાનવૃદ્ધિ ક્લાસીસમાં મનપા દ્વારા એક વિદ્યાર્થી જ્યારે કોરોના પોઝિટિવ આવ્યો હતો, ત્યારે અન્ય વિદ્યાર્થીઓના પણ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં અન્ય 7 જેટલા વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતા તંત્ર દ્વારા ક્લાસીસને 14 દિવસ બંધ કરાવાયો છે. મનપાના આસિસ્ટન્ટ આરોગ્ય કમિશ્નરએ જણાવ્યું કે, સિટીલાઈટ વિસ્તારના જ્ઞાનવૃદ્ધિ ક્લાસીસમાં વિદ્યાર્થી પોઝિટિવ આવતાની સાથે જ અમે ક્લાસીસ બંધ કરાવી દીધા છે. જે રીતે શહેરની શાળાઓની અંદર સંજીવની રથ ટેસ્ટિંગ માટે જાય છે. તેવી રીતે અમે તમામ ક્લાસીસમાં પણ આરોગ્ય સંજીવની રથની મદદથી કોરોના ટેસ્ટીંગની કામગીરી ખૂબ જ ઝડપથી કરી રહ્યા છીએ. ઓફલાઈન ક્લાસિસ શરૂ કરનારા સંચાલકોને અમે સૂચનાઓ આપી છે. તેમણે સરકારે આપેલી SOPનું પાલન જરા પણ બેદરકારી રાખ્યા વગર કરવાનું રહેશે. કારણકે ઓફલાઈનમાં વિદ્યાર્થીઓ આવતા હોય છે, અને તેઓ કોરોના સંક્રમિત થાય તો ચિંતા વધી શકે છે. તેને કારણે પહેલેથી જ સાવચેતીના ભાગરૂપે સંચાલકોને સતત સૂચના આપી રહ્યા છીએ….

બળદેવ દેસાઈ
સુરત

News11 Gujarati

News11Gujarati

====================

Social Media Accounts:

You Tube:https://www.youtube.com/news11gujarati

Facebook:https://www.facebook.com/news11gujarati

Twitter:https://www.twitter.com/News11gujarati

Instagram:https://www.instagram.com/News11gujarati

Website:https://www.news11gujarati.com

Email:news11gujarati@gmail.com

If you like the post, Please Like, Share and Subscribe Our Channel…