સુરતના વાતાવરણમાં એકાએક પલટો | News11 Gujarati

વાદળછાયા વાતાવરણ: વરસાદ પડે તેવો માહોલ બન્યો

વાદળછાયા વાતાવરણ વચ્ચે સુરત શહેરમાં મહત્તમ તાપમાનમાં વધુ 0.7 ડિગ્રી ઘટાડો થયો છે. દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ ઢળતી સાંજે વરસાદ પડે તેવો માહોલ બન્યો હતો. બે દિવસ સુધી વાતાવરણ વાદળછાયું રહેશે. ત્યાર બાદ ગરમી પડશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે. સુરતના વાતાવરણમાં પલટો આવતા વાતાવરણ વાદળછાયું રહેવા સાથે મહત્તમ તાપમાન 33 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.

ફરી આકરી ગરમીનો રાઉન્ડ આવે તેવી શક્યતા

જેથી ગરમીથી રાહત મળશે, પરંતુ ત્રણ દિવસ પછી ફરી આકરી ગરમીનો રાઉન્ડ આવે તેવી શક્યતા છે. અને સુરત સહિત ગુજરાતભરમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી જઇ શકે છે. હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરનું મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ઉત્તર દિશાથી 9 કિલો મીટરની ગતિએ પવનો ફૂંકાયા હતા.