નરેન્દ્ર મોદી: પીએમ મોદી GMDCમાં મહા સંમેલનમાં
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. જેમાં અમદાવાદ એરપોર્ટથી રોડ શો કરી તેઓ ગાંધીનગર કમલમ ખાતે પહોંચ્યા હતા.. અને કાર્યકરો સાથે બેઠક કરી હતી..અને હવે થોડીક જ વારમાં પીએમ મોદી GMDCમાં મહા સંમેલનમાં જશે..ઉત્તરપ્રદેશ સહિત 5 રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. જેમાંથી હાલ ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મણિપૂર અને ગોવામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. હવે વડાપ્રધાન મોદી ચાર રાજ્યોની ચૂંટણીનો વિજયોત્સવ મનાવવા સાથે ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકવા અમદાવાદ આવ્યા છે.વડાપ્રધાને એરપોર્ટથી કમલમ સુધી બે કલાક રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં લાખો લોકોએ પીએમનું સ્વાગત કર્યું હતું.
‘મારું ગામ, મારું ગુજરાત’
કમલમમાં ગુજરાતના નેતાઓ સાથે હાલની રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કર્યા બાદ GMDCમાં ગુજરાત પંચાયત મહા સંમેલનમાં જશે. જેને લઈ GMDC ગ્રાઉન્ડમાં તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. મોટી સંખ્યામાં લોકો આવતા અવ્યવસ્થા ઉભી થઈ હતી. જેને કારણે લોકોએ રેલિંગ કૂદીને જવું પડ્યું હતું. અહીં ‘મારું ગામ, મારું ગુજરાત’ના નામના સરપંચ સંમેલનમાં ગુજરાતભરમાંથી 1 લાખથી વધુ ભાજપના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ આવ્યા છે.GMDC ગ્રાઉન્ડના આ કાર્યક્રમ થકી મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પ્રચારનો પણ શંખનાદ કરશે.