આઝાદી કા અમૃત મહોત્સવ: 15 BRDના જવાનો દવારા પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા અભિયાન
આઝાદી ના 75 મી વર્ષગાંઠ નિમિતે આઝાદી અમૃત મહોત્સવ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ઊજવી રહ્યા છે. ત્યારે કલોલ પાસે આવેલ વડસર એરફોર્સ સ્ટેશન 15 BRDના જવાનો દવારા પ્લાસ્ટિક મુક્ત ભારત બને તેમજ આવનારી પેઢીને સ્વચ્છ વાતાવરણ મળી રહે તેવા શુભ આશયથી અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
બીજી બાજુ પ્લાસ્ટિકની કોથળીઓના ઢગલા
પરંતુ જાણીને નવાઈ લાગશે કે જે વડસર ગામ ખાતે અભિયાન ચલાવ્યું તેજ ગામમાં ગંદકી તેમજ પ્લાસ્ટિકની કોથળીઓના ઢગલા જોવા મળ્યા હતા. ત્યારે આવા દશ્યો જોઈને અનેક સવાલ ઉભા થઈ રહ્યાં છે.