ખેડૂતને માર્ગદર્શન આપતી શિબિરનું કરાયું આયોજન| News11 Gujarati

શિબિર: જંતુનાશક દવા તેમજ રાસાયણિક ખાતર વિશે અપાઈ માહિતી

ઊના તાલુકાના પાતાપર ગામના પ્રગતિસીલ મહિલા સરપંચ અરૂણાબેન અશોકભાઈ છોડવડીયાના નેજા હેઠળ ખેડૂતને અત્યંત મહત્વની માહિતી આપતી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ શિબિર પાતાપર ગામની પ્રાથમિક શાળામાં ખેડૂતોને ઉપયોગી થાય તે હેતુસર રાત્રી મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

રાસાયણિક ખાતરનો લાઇવ ડેમો બતાવામાં આવ્યો 

જેમાં UPL કંપનીના મેનેજર ભાવિનભાઈ પટેલ સાહેબ દ્વારા જંતુ નાશક દવા તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ કેવી રીતે કરવો, જમીનને ફળદ્રુપ જેવા રાસાયણિક ખાતરનો લાઇવ ડેમો બતાવી ખેતી લક્ષી વિવિઘ સભર માહિતી આપવામાં આવી હતી. આ મિટિંગ સમયે પાતાપર ગામના સરપંચ ઉપ સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો તેમજ અનેક ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમજ UPL કંપનીના કર્મચારીઓ રાજભાઈ ઝાલા, કલ્પેશ સિંગડ, હીરાભાઈ સોલંકી તેમજ વિનોદભાઈ રામે હાજરી આપી હતી.