એન્યુઅલ ડેનું આયોજન: મોડાસાની એન.એસ.પટેલ લોવ કોલેજમાં કર્યુ આયોજન
અરવલ્લી જિલ્લાના મોડાસાની NSપટેલ લોવ કોલેજ ખાતે એન્યુઅલ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું,, શહેરના કોલેજ કેમ્પસ ખાતે આવેલ ભામાશા હોલ ખાતે એન્યુઅલ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું,, જેમાં ગુજરાત હાઇકોર્ટના જર્જ આશુતોષ શાસ્ત્રી મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા,, કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવી હતી
ગુજરાત હાઇકોર્ટના જજ મુખ્ય મહેમાન તરીકે રહ્યા હાજર
હાઇકોર્ટના જર્જ આશુતોષ શાસ્ત્રી દ્વારા ક્રિમિનલ જસ્ટિસ ઇન ઇન્ડિયા વિષય પર લોના વિદ્યાર્થીઓને માહિતી આપી હતી..આ કાર્યક્રમમાં કોલેજના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું,,આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય મહિલા કમિશનના મેમ્બર રાજુલ દેસાઈ, મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ, હોદ્દેદારો સહિત કોલેજના આચાર્ય, સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા..