ગોધરામાં વોર્ડ નંબર 11 આવેલ સત્યમ સોસાયટી ખાતે ગતિશીલ ગુજરાતની ઊભી કરાયેલી હવા નીકળી જાય તેવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળશે મોટા ભાગના સોસાયટી વિસ્તારોમાંથી પસાર થતા રોડ અને રસ્તાઓની સ્થિતિ અને કેટલાય વિસ્તારો પાકા રસ્તાથી વંચિત હોવાથી વાઇબ્રન્ટની અસરનો અહેસાસ સ્થાનિક રહીશો અનુભવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતા મતદારો પણ ઉમેદવારો અને રાજકીય પાર્ટીઓના નાક દબાવવા વર્ષો જૂની માંગણીઓ આગળ ધરી “કામ નહીં તો વોટ નહીં” નો વિરોધ નોંધાવી સંતોષ વ્યક્ત કરતા હોય છે. ત્યારે ગોધરામાં આવેલ સત્યમ સોસાયટી ના રહીશો રોડથી વંચિત રહેતા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી સોસાયટીના યુવાનો અને અગ્રણીઓએ રસ્તાની માંગ સાથે ચૂંટણીનો વિરોધ કરતા બેનર્સ સોસાયટીના ગેટ આગળ લગાવ્યા છે. મગરમચ્છની પીઠ ધરાવતા રાજકારણીઓ પણ મતદારોની નસ પારખી ગયા હોય તેમ ચૂંટણી સમયે પ્રચાર દરમિયાન મોટી મોટી ગુલબાંગો ઠોકી મતદારોના પ્રાણપ્રશ્નો હલ કરવાના વચનો અપાતા હોય છે, ચૂંટણી પુરી થતા ઉમેદવારે આપેલા વચનો ઠાલા પુરવાર થતા અને પ્રજાજનોની સમસ્યા ઠેરની ઠેર રહેતા લોકો છેતરાયા હોવાનો અહેસાસ અનુભવતા હોય છે. જો કે હાલ આ રસ્તાઓ ઊબડખાબડ હોવાને કારણે રાહદારીઓ તેમજ નાના વાહનચાલકોને હાલાકીઓનો સામનો કરી રહ્યો છે, સોસાયટીના રહીશો દ્વારા નગર પાલિકાના સત્તાધીશોને તેમજ સ્થાનિક ધારસભ્યને પણ અનેક રજૂઆતો કરી તેમ છતાં હજુ કોઇપણ પ્રકારનું નિરાકરણ ન આવતા હવે સત્યમ સોસાયટીના રહીશોએ બાંયો ચઢાવી છે. અને ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચિમકી ઉચ્ચારી હતી.
News11 Gujarati
News11Gujarati
====================
Social Media Accounts:
You Tube:https://www.youtube.com/news11gujarati
Facebook:https://www.facebook.com/news11gujarati
Twitter:https://www.twitter.com/News11gujarati
Instagram:https://www.instagram.com/News11gujarati
Website:https://www.news11gujarati.com
Email:news11gujarati@gmail.com
If you like the post, Please Like, Share and Subscribe Our Channel…