ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતા રાજ્ય સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. રાજ્યના 8 મહાનગરો સહિત 27 શહેરોમાં 11 ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફયુનો અમલ રાત્રે 10થી સવારે 6 સુધી રહેશે. જ્યારે લગ્ન સમારોહમાં બંધ સ્થળોએ યોજાતા લગ્ન પ્રસંગ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદા માં અને ખુલ્લામાં યોજાતા લગ્ન પ્રસંગ ૩૦૦ની સંખ્યા માં યોજી શકાશે. આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિમાં મહત્વના નિર્ણયો લેવાયા છે. રાજ્યમાં લગ્ન સમારોહમાં બંધ સ્થળોએ યોજાતા લગ્ન પ્રસંગ 150 વ્યક્તિઓની મર્યાદામાં અને ખુલ્લામાં યોજાતા લગ્ન પ્રસંગ ૩૦૦ ની સંખ્યા માં યોજી શકાશે. જ્યારે 8 મહાનગરો સહિત 27 શહેરોમાં 11 ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફયુનો અમલ રાત્રે 10થી સવારે 6 સુધી રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના નાગરીકોના વ્યાપક આરોગ્ય હિતમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.
આ નિર્ણયો 4થી ફેબ્રુઆરી 2022થી અમલમાં આવશે અને 11મી ફેબ્રુઆરી 2022ના સવારે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા રહેશે.બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતા ના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યા માં યોજી શકાશે. રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 300 વ્યક્તિઓની મર્યાદામાં લગ્ન સમારોહ યોજી શકાશે. હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા 24 કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી. હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કરફયુ અમલમાં છે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં 19 નગરો આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા, વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ 4થી ફેબ્રુઆરી 2022થી દરરોજ રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે જારી કરવામાં આવેલી ગૃહ વિભાગની માર્ગદર્શિકાની અન્ય બાબતો આગામી 11 ફેબ્રુઆરી 2022ના સવારે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે.
Social Media Accounts:
You Tube:https://www.youtube.com/news11gujarati
Facebook:https://www.facebook.com/news11gujarati
Twitter:https://www.twitter.com/News11gujarati
Instagram:https://www.instagram.com/News11gujarati
Website:https://www.news11gujarati.com
Email:news11gujarati@gmail.com
If you like the post, Please Like, Share and Subscribe Our Channel…