બાલાજી વેફર્સની મેગી હવે વિદેશી મેગીને આપશે ટક્કર || News11 Gujarati

વેફર્સ અને પેક્ડ સ્નેક્સ બનાવતી રાજકોટની બાલાજી વેફર્સ પ્રાઈવેટ લિમિટેડ વેફર માર્કેટમાં પેપ્સિકો સહિતની મોટી બ્રાન્ડને ટક્કર આપી રહી છે અને હવે કંપની આગામી દિવસોમાં નૂડલ્સના માર્કેટમાં કિંગ ગણાતી મેગીને પણ ટક્કર આપશે. કંપનીએ જુલાઇ 2019માં ગિપ્પી બ્રાન્ડનેમ સાથે મસાલા નૂડલ્સ લોન્ચ કરી હતી અને 2 જ વર્ષમાં કંપની ભારતનાં 11 રાજ્યમાં પહોંચી છે. જોકે હજુ એનો પ્રોડક્ટ પોર્ટફોલિયો અને ક્વોન્ટિટી ઘણી જ નાની છે, પણ આગામી વર્ષોમાં કંપની એને વધારશે. ભારતના ઇન્સ્ટન્ટ નોડલ્સની માર્કેટ સાઇઝ આશારે રૂ. 10,000 કરોડ જેવી છે અને દર વર્ષે એમાં 18%ના દરે ગ્રોથ થઈ રહ્યો છે. 2035 સુધીમાં નૂડલ્સ માર્કેટ રૂ. 21,000 કરોડને પાર કરી જશે એવું જાણકારો માને છે. ઇન્સ્ટન્ટ નૂડલ્સ માર્કેટમાં 60%થી વધુ શેર નેસ્લેની મેગી બ્રાન્ડનો છે અને ત્યાર બાદ ITC સનફિસ્ટ યિપ્પી નૂડલ્સનો છે. આ ઉપરાંત હિન્દુસ્તાન યુનિલિવરના નોર સુપઈ નૂડલ્સ પણ માર્કેટમાં પોપ્યુલર છે.

News11 Gujarati

News11Gujarati

====================

Social Media Accounts:

You Tube:https://www.youtube.com/news11gujarati

Facebook:https://www.facebook.com/news11gujarati

Twitter:https://www.twitter.com/News11gujarati

Instagram:https://www.instagram.com/News11gujarati

Website:https://www.news11gujarati.com

Email:news11gujarati@gmail.com

If you like the post, Please Like, Share and Subscribe Our Channel…