ડાકોરમાં કૃષ્ણજન્મ મહોત્સવની ઉજવણી હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી || News11 Gujarati

રણછોડરાયજીના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં પણ કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ વૈદિક પરંપરા અનુસારની વિધિથી ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી હતી. ભગવાનનો દૂધ-જળ સહિતની સામગ્રીથી અભિષેક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ભગવાનને ચંદનનો લેપ લગાવવામાં આવ્યો હતો. ભગવાનને લાલ રંગના વાઘા અને પીળા રંગની પાઘ પહેરાવવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ રત્નજડિત આભુષણો પણ અર્પણ કરવામાં આવ્યા હતા. રાજા રણછોડના જન્મ બાદ ભગવાનને પંચામૃત સ્નાન અને જળાભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સુંદર કલાત્મક વસ્ત્રો અને સોનાનાં ઘરેણાં પહેરવામાં આવ્યા હતા. ભગવાન રણછોડને પૌરાણિક રત્નો જડીત સવા લાખનો મુગટ પહેરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભગવાન રાજા રણછોડજીની આરતી ઉતારાઈ અને પ્રભુને સોના-ચાંદીનાના પારણે બિરાજમાન કરવામાં આવ્યા હતા. પ્રભુને પારણે ઝૂલાવી રાજભોગ ધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને પોઢાળવામાં આવ્યા હતા. ભગવાનને અતિ પ્રિય એવી પંજરી અને માખણ મીસરીનો પ્રસાદ પણ ધરાવવામાં આવ્યો હતો. સમગ્ર ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. કોરોના મહામારીને કારણે નંદ મહોત્સવની ઉજવણી ડાકોર ટેમ્પલ કમિટીએ મોકૂફ રાખી હતી. મહત્વની વાત છેકે સરકારની ગાઈડલાઈન મુજબ આ જન્માષ્ટમી ડાકોર મંદિરમાં 200-200 ના જુથમાં જ વૈષ્ણવોને મંદિર પ્રવેશ આપવામાં આવશે. તે દરમિયાન દરેક વૈષ્ણવ ભક્તો દ્વારા કોરોના SOPનું પાલન કરવામાં આવ્યું હતું.

News11 Gujarati

News11Gujarati

====================

Social Media Accounts:

You Tube:https://www.youtube.com/news11gujarati

Facebook:https://www.facebook.com/news11gujarati

Twitter:https://www.twitter.com/News11gujarati

Instagram:https://www.instagram.com/News11gujarati

Website:https://www.news11gujarati.com

Email:news11gujarati@gmail.com

If you like the post, Please Like, Share and Subscribe Our Channel…