કોરોના મહામારીનો ગ્રાફ યુરોપ અને એશિયામાં જુદો જુદો ટ્રેન્ડ દર્શાવી રહ્યો છે. યુરોપમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, જ્યારે એશિયામાં ઘટી રહ્યું છે. તેનું સૌથી મોટું કારણ યુરોપમાં ડેલ્ટા વેરિયેન્ટનો પ્રકોપ માનવામાં આવે છે. યુરોપમાં બ્રિટન, રશિયા, જર્મની અને ઓસ્ટ્રિયામાં નવા કેસ વધુ આવી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મતે, બ્રિટનમાં કોરોના સંક્રમણના નવા કેસમાં 14% અને રશિયામાં 15% સાપ્તાહિક ઝડપ નોંધાઈ છે. આ સ્થિતિમાં બ્રિટનમાં કોરોનાના નવા કેસ ઝડપથી વધી શકે છે..એશિયામાં ભારત અને ચીનમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે. એશિયામાં કેસ નોંધાવાની સૌથી વધુ સરેરાશ સિંગાપોરમાં જોવા મળી છે..બ્રિટીશ સરકારે શિયાળામાં આકાર પ્રતિબંધોની તૈયારી શરૂ કરી છે. તે અંતર્ગત વેક્સિન પાસપોર્ટ લાગુ કરવા પણ વિચાર કરાઈ રહ્યો છે. બ્રિટનમાં હોસ્પિટલ સ્ટાફની અછતને જોતા હાલમાં નિયુક્ત ડૉક્ટરોને વિન્ટર ઈમરજન્સી માટે પણ તૈયાર રહેવાનું કહેવાયું છે….જર્મનીમાં શનિવારે પ્રતિ એક લાખ લોકોમાં 100 લોકો કોરોના સંક્રમિત હતા. મેમાં પ્રતિ એક લાખમાં સંક્રમણનો દર 95.1 હતો. રસીકરણની સારી ઝડપના કારણે ગત 1 સપ્તાહમાં સંક્રમિતોમાં સરેરાશ 2.68 લોકોએ જ ભરતી થવું પડ્યું હતું…ઓસ્ટ્રિયામાં ગત સપ્તાહ દરમિયાન પ્રતિ એક લાખ લોકોમાં 228 લોકોમાં સંક્રમણ નોંધાયું હતું. એક સપ્તાહ પહેલા આ સરેરાશ પ્રતિ એક લાખે 152 હતી. અહીં સરકારે ચેતવણી આપી છે કે, વેક્સિન નહીં લગાવનારા લોકો ઘર બહાર નહીં નીકળી શકે…સાથે જ WHO દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે કે કોરોના ગયો નથી…તમામે ઘ્યાન રાખ્વું.
News11 Gujarati
News11Gujarati
====================
Social Media Accounts:
You Tube:https://www.youtube.com/news11gujarati
Facebook:https://www.facebook.com/news11gujarati
Twitter:https://www.twitter.com/News11gujarati
Instagram:https://www.instagram.com/News11gujarati
Website:https://www.news11gujarati.com
Email:news11gujarati@gmail.com
If you like the post, Please Like, Share and Subscribe Our Channel…