કેવી રીતે મળી આવ્યો હાઈવે પરથી ડ્રગનો જથ્થો | News11 Gujarati

ડ્રગનો જથ્થો: MD ડ્રગ ઝડ્પવાનું ઓપરેશન

ભરૂચ જિલ્લામાંથી ફરીએકવાર MD ડ્રગનો જથ્થો ઝડપાયો હતો. જેમાં અંકલેશ્વર નજીક હાઇવે પરથી ડ્રગનો જથ્થો મળી આવ્યો હતો. બાકરોલ નજીકના ઓવરબ્રિજ પર પોલીસે આ MD ડ્રગ ઝડ્પવાનું ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં રૂ.3 લાખથી વધુના મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નીચેથી ₹2.73 લાખના મ્યાઉ મ્યાઉ એમ.ડી.ડ્રગ્સ સાથે નશાના 3 સોદાગરોની કુલ રૂપિયા 5 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.

ડ્રગ્સ મેફોડ્રિન પાન મસાલાની પડકીમાં

ભરૂચ SOGને અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નીચે પાર્ટી ડ્રગ્સના સપ્લાયર અને કેરિયર ભેગા થવાના હોવાની બાતમી મળી હતી. જેના આધારે વોચ ગોઠવતા કારમા ડિલિવરી આપવા આવેલા બે આરોપી અને ડિલિવરી લેનાર કેરિયરને પકડી પાડ્યો હતો. કારમાં દઢાલના મદનીનગરના રિઝવાન અબ્દુલ સૈયદ અને નવાગામ કરારવેલનો શરીફ ઉર્ફે સદામ ચૌહાણ એમ.ડી. ડ્રગ્સ મેફોડ્રિન પાન મસાલાની પડકીમાં લઈ આવ્યા હતા.