જાનના જોખમે પસાર થવું પડે
ઉના તાલુકાના દેલવાડા ગામ પાસે મચ્છુન્દ્રી નદી પર બ્રીજનુ કામ મંજુર થયેલ છે . જે કામ ચોમાસું પુર્ણ થયે શરુ કરવાના બદલે ચોમાસા પહેલા શરૂ કરવામા આવેલ છે . તેના કારણે દેલવાડાથી ખાણ , અંજાર , કોઠારી , કાળાપણ , રજપુત રાજપરા , દાંડી , સેંજલીયા , ખડા , ખજુદ્રા , સીમર , સૈ – રાજપરા , દુધાળા , માણેકપુર , સંજવાપુર , મોઠા ગામે જવાનો રસ્તો કલેકટરશ્રી દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરી બંધ કરવામા આવેલ હાલ ચોમાસું પુર્ણ થઈ ગયેલ છે . જેના કારણે 400 જેટલા વિદ્યાર્થી અને 13 જેટલા ગામડાઓને અહીંથી જાનના જોખમે પસાર થવું પડે છે.જેથી સદર જગ્યાએ તાત્કાલીક અસર થી બાયપાસ રસ્તો શરૂ કરવા ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશ કરવામાં આવી.