ચૂંટણીનું પરિણામ કંઈક અલગ લાવી શકે તો નવાઈ નહીં
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કલોલમાં માહોલ ગરમાયો છે. કલોલ 38 વિધાનસભાના ગોલથરા ગામમાં કોંગ્રેસ છોડી કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા વિશેષ વિકાસના કાર્યોથી તેમજ કોંગ્રેસની કામગીરીથી અસંતુષ્ટ થયેલા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ભાજપ પક્ષના ઉમેદવાર બકાજી ઠાકોરની હાજરીમાં જોડાઈ રહ્યા છે.. ત્યારે આ વખતે ગોલથરા ગામ ચૂંટણીનું પરિણામ કંઈક અલગ લાવી શકે તો નવાઈ નહીં.