જુઓ પોલીસ દ્વારા ડાકોરના ઠાકોરને ધજા ચઢાવવામાં આવી | News11 Gujarati

ફાગણી પુનમ: યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પુનમની ધામધુમપુર્વક ઉજવણી

ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પુનમની ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી..વર્ષોથી ફાગણી પુનમે યાત્રાધામ ડાકોર ખાતે લાખોની સંખ્યામાં આવતા પગપાળા ભક્તો વહેલી સવારની મંગળા આરતી કરવાનો આગ્રહ રાખતા હોય છે. ત્યારે મંગળા આરતીના દર્શન કરવા લાખ્ખોની સંખ્યામાં ભાવિક ભક્તો ડાકોર મંદિરમાં ઉમટી પડ્યા હતા.

ડાકોરના ઠાકોરની એક ઝલકના દર્શન કરી ધન્યતા અનુભવી

સવારે 4 વાગ્યે મંગળા આરતી શરૂ થઇ હતી. જે દરમ્યાન મંદિરના દરવાજા ખુલતાની સાથે હજારો ભક્તોના ટોળે ટોળા મંદિરમાં ડાકોરના ઠાકોરની એક ઝલકના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંગળા આરતી સમયે મંદિરના ઘુંમ્મટમાં ભક્તોએ રંગોની છોળ ઉડાડી હતી.