ખેડુતો એ આપ્યુ આવેદનપત્ર તાત્કાલિક વીમો ચુકવવામાં આવે છે તેવી માંગ…

    માંગરોળ પડેલ વરસાદ ને કારણે થયેલ ખેતી નો પાક નિષ્ફળ જવા ના પગલે તાલુકાના ખેડૂતોએ ખેતીના પાક નુક્સાની નું સર્વે કરી તાત્કાલીક વીમો ચૂકવવા ની માંગ સાથે ખેડૂતો એ માંગરોળ મામલતદાર ને આપ્યું આવેદનપત્ર
    જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં કમોસમી વરસાદને લઇ ખેડૂતોને મગફળી સહિતનો અનેક પાક ફેલ થતા ખેડુતોને ભારે નુકશાની વેઠવી પડે છે હાલ પાક ની સાથે સાથે અબોલ જીવો નો ચારો પણ ભાગ્ય જ હોય તેથી આવા કપરા સમયમા ખેડુતો મોટેભાગે આર્થિક ભીંસ ની સંકળામણ મા આવ્યા હોય એટલે સહાય ના ભાગ રુપિ સરકાર દ્વારા પ્રધાન મંત્રી ફસલ પાક વિમાં યોજના માં જે ખેડૂતોએ વીમો લીધેલ હોય તેવા ખેડૂતોને તાત્કાલિક પુરે પૂરું વળતર આપવાની માંગ સાથે ખેડુતો એ અગાવ રજુવાતો કરેલ જેથી મામલતદાર સાહેબે જાતે ફોન કરી વીમા કંપની તાત્કાલીક સર્વે કરવા માટે ટેલીફોનીક વાત કરી હતી
    જ્યારે ખેડુતો એ આક્રોશ સાથે જણાવ્યું હતું કે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવેલી પેપર તેમજ વૉટસપ માં જેને પણ પાકનું નુકશાન થયેલ હોય તે ખેડૂતોએ ટોલ ફ્રી નંબર પર ફોન કરી નોંધાણી કરવાની જાહેરાત કરી હતી પણ ટોલ ફ્રી નંબર પર કોઈ ફોન રીસીવ ના કરતા હોવાનું ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો હાલ ખેડૂતો પોતાના પાકની નુકશાની માટે વીમા અધિકારીઓ ફોન કરતા વીમા કમ્પની અધિકારીઓ ના ફોન પણ બંધ આવેશે જેના કારણે આજે ખેડૂતોની હાલત કફોડી થય છે આથી માંગરોળ તાલુકાના ખેડુતોએ
    મામલતદાર કચેરીએ આવી ઉગ્ર રાજુવાત સાથે આવેદનપત્ર આપી ખેડૂતોને પાકનું સર્વે તાત્કાલિક કરવી પાક વીમો વહેલી તકે વિમા કંપની ચુકલણી કરે તેવી માંગ કરવામાં આવી હતી