મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા અને પાક્વીમાં સહિતના પ્રશ્નોને લઈને ખેડૂત વેદના સંમેલન યોજાયું હતું જેમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ટંકારાના ધારાસભ્ય લલીતભાઈ કગથરા, મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, કોંગ્રેસ અગ્રણી રામજીભાઈ રબારી, અમુભાઈ હુંબલ અને મુકેશભાઈ ગામી, જયંતીભાઈ પટેલ, કે ડી બાવરવા, સહિતના અગ્રણીઓ અને વિધાનસભાના નેતા વિપક્ષ પરેશ ધાનાણી અને હાર્દિક પટેલ અને મનોજ પનારા પણ ઉપસ્થિત રહ્યા હતા
મોરબીના નવા બસ સ્ટેન્ડ નજીક ખેડૂત વેદના સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતોને નેતા વિપક્ષ પરેશ ધાનાણી. હાર્દિક પટેલ, લલિત કગથરા અને બ્રિજેશ મેરજા સહિતનાઓએ સંબોધન કર્યું હતું જેમાં કોંગ્રેસ નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે સરકારે જાહેર કરેલ ૭૦૦ કરોડનું પેકેજ લોલીપોપ સમાન છે અને ખેડૂતો માટે ૨૫,૦૦૦ કરોડનું પેકેજ સરકાર આપે તેવી માંગ કરી હતી .તે ઉપરાંત મોરબી પાલિકા હદ વિસ્તારમાં ભૂગર્ભ ગટર ભાજપના શાસન વખતે બની છે અને ભ્રષ્ટાચાર થયો હોય છતાં ભાજપ નેતાઓ રેલી કાઢી તેમજ રજૂઆત કરીને નાટક કર્યા કરે છે તો મોરબીનો સિરામિક ઉદ્યોગ પણ હાલ મૃત પાય સ્થિતિમાં છે જોકે ઉદ્યોગકારો એટલા ડરેલા છે કે તે અમને સપોર્ટ કરવાની પણ હિમત નથી કરતા તે ઉપરાંત નવા ટ્રાફિક નિયમો સહિતના મુદે સરકારને ઘેરવા પ્રયાસો કર્યા હતા
ખેડૂત મહાસંમેલનને સંબોધન કર્યા બાદ વિશાલ ખેડૂત રેલી યોજવામાં આવી હતી બાઈક અને કાર રેલીમાં કોંગ્રેસ નેતાઓ, આગેવાનો અને ખેડૂતો જોડાયા હતા અને કલેકટર કચેરી સુધી રેલી સ્વરૂપે કલેકટર કચેરી પહોંચીને જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં મોરબી જિલ્લાને લીલો દુષ્કાળ જાહેર કરીને ખેડૂતોને ૧૦૦ ટકા પાકવીમો જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી હતી.
#news11gujarati #gujarat #farmers #trending