ભરૂચ જિલ્લાના જંબુસર શહેરના જંબુસર જંક્શનની દયનીય હાલત.
જંબુસર નગરનું રેલ્વે સ્ટેશન આજથી 30વર્ષપહેલા હજારો મુસાફરોનું આશ્રય સ્થાન હતું જે નિર્જન અને અવાવરું ભાસી રહ્યુંછે.એક સમયે જંબુસર જંક્શન, જંબુસર મોટા સ્ટૅશન અને જંબુસર સીટી સ્ટેશન તારીકે ઓળખતું જંબુસર બહારથી આવનાર લોકો માટે ત્રણ-ત્રણ નામ ધરાવતું હતું.જંબુસર તાલુકાના કાવી વિસ્તારના ગામડાઓના લોકોનો જંબુસરથી કાવી મુખ્ય ધોરી માર્ગ હતો,લગ્ન જેવા પ્રંસગમાં વરરાજાની જાનપણ આ નેરોગેજ ટ્રેનના મુખ્ય રેલ્વે સ્ટેશન કરમાડ, કોરા, જેવા મુખ્ય સ્ટેશને ભરૂચ, બરોડાથી રેલ્વે માર્ગે આવી બળદગાડાં, જેવા સાધનોથી ગામડે પહોંચતી હતી.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જંબુસર થી પ્રતાપ નગર, બરોડા રેલવે એશિયાખંડની સહુથી ધીમી ચાલતી અને એશીયાખંડની બંધ થયેલી સહુથી છેલ્લી ટ્રેન કહી શકાય છે.આ જંબુસર જંકસનનો મોટા પાયે વિકાસ થાય અને રોગેજમાંથી મોટી રેલ્વે લાઈનમાં પરિવર્તિત થાય એવી જંબુસર નગરઅને તાલુકાની જનતાની લાગણી અને માંગણીછે.