સાબરકાંઠા: હેલ્મેટ વિના ટુ વ્હીલર ચલાવનાર વાહનચાલકોને ઇમેમો મળતા રોષ || News11 Gujarati

સાબરકાંઠા પોલીસ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી શહેરના નાગરિકોને ઇ‌મેમા આપવાના શરૂ કરી દેવાયા છે. શહેરમાં હેલ્મેટ વિના ટુ વ્હીલર ચલાવનાર વાહનચાલકોને ઇમેમા મળતા તેમનામાં ભારે રોષ ફેલાયો હતો. ત્યારે આજે આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા સાબરકાંઠા જિલ્લા કલેકટરને રજૂઆત કરવાનું નક્કી કરાયું હતું. મોટી સંખ્યામાં કાર્યકરો જિલ્લા ક્લેકટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. જોકે ત્યાં હાજર બી ડિવિઝનના પી.એસ.આઇ એ.વી.જોશીએ જણાવ્યું હતું કે, 15મી ઓગસ્ટથી ઇમેમા બંધ કરી દેવામાં આવ્યા છે.. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સાબરકાંઠા જિલ્લા કલેકટરને રજૂઆત કરવાનો કાર્યક્રમ પડતો મૂકવામાં આવ્યો હતો.. જોકે સાથે સાથે તેમણે એ પણ સૂચના આપી હતી કે ઇમેમાના ક્લેક્શન માટે સાબરકાંઠા પોલીસ ઘરે-ઘરે ફરે છે તે પણ બંધ કરવામાં આવે..

News11 Gujarati

News11Gujarati

====================

Social Media Accounts:

You Tube:https://www.youtube.com/news11gujarati

Facebook:https://www.facebook.com/news11gujarati

Twitter:https://www.twitter.com/News11gujarati

Instagram:https://www.instagram.com/News11gujarati

Website:https://www.news11gujarati.com

Email:news11gujarati@gmail.com

If you like the post, Please Like, Share and Subscribe Our Channel…