ટી-20 વર્લ્ડ કપ 2021માં ભારતીય ક્રિકેટ ટીમ રવિવારે સુપર 12ના ગ્રુપ-2માં પાકિસ્તાન સામે હાઇવોલ્ટેજ મેચમાં સાત વિકેટ પર માત્ર 151 રન બનાવી શકી હતી અને ટીમને 10 વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે અજેય રહેવાનો ભારતનો રેકોર્ડ તૂટી ગયો છે. વર્લ્ડકપના કોઈપણ ફોર્મેટમાં પાકિસ્તાનની ટીમે પ્રથમ વખત ભારતને હરાવ્યું છે અને એ પણ કારમી હાર. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે સ્કોરબોર્ડ પર 151 રન બનાવ્યા હતા..પાકિસ્તાને એકપણ વિકેટ ગુમાવ્યા વિના આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ટીમ માટે કેપ્ટન બાબર આઝમે 68, જ્યારે મોહમ્મદ રિઝવાને 79 રન બનાવ્યા હતા. રિઝવાને 55 બોલમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે બાબરે બેટથી 52 બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. જોકે હાર બાદ કેપ્ટન વિરાટ કોહલીએ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને ગળે લગાવ્યા હતા અને જીત માટે અભિનંદન આપ્યાં હતાં. કોહલીનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે..
News11 Gujarati
News11Gujarati
====================
Social Media Accounts:
You Tube:https://www.youtube.com/news11gujarati
Facebook:https://www.facebook.com/news11gujarati
Twitter:https://www.twitter.com/News11gujarati
Instagram:https://www.instagram.com/News11gujarati
Website:https://www.news11gujarati.com
Email:news11gujarati@gmail.com
If you like the post, Please Like, Share and Subscribe Our Channel…