રોડ શો પુરો કરીને PM મોદી કમલમ પહોચ્યા | News11 Gujarati

વડાપ્રધાન મોદી કમલમ પહોચ્યા: ભાજપના નેતાઓ, ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક

વડાપ્રધાન મોદી એરપોર્ટથી રોડ શો કરીને કમલમ પહોંચી ગયાં છે. તેઓ કમલમમાં ભાજપના નેતાઓ, ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક કરવાનાં છે. કમલમ ખાતે ભાજપના નેતાઓ કલાકોથી વડાપ્રધાનના આગમનની રાહ જોઈ રહ્યાં હતાં. ત્યારે હવે વડાપ્રધાન કમલમ પહોંચી ગયાં છે. હોલમાં બેઠક વ્યવસ્થા કરી દેવામાં આવી છે. LED લાઈટ, સ્ટેજ લાઈટ સહિતની સુવિધાઓ હોલમાં અંદાજે 350 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હોલમાં સ્ટેજ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સહિતના 10 નેતાઓ જ બેસશે. કમલમ પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યાં છે.

મોદીના ચરણોમાં ફૂલ અર્પણ

નીતિન પટેલ અને રૂપાણી સહિતના નેતાઓએ મોદીના ચરણોમાં ફૂલ અર્પણ કર્યાં હતાં. ત્યારે કમલમમાં પણ ભાજપના નેતાઓ પહોંચી ગયાં છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ પ્રદેશ બેઠક માટે પહોંચી ગયાં છે. પ્રદેશ બેઠકમાં ભાગ લેવા આવેલા તમામ ધારાસભ્યો, પ્રદેશના હોદ્દેદારોએ કમલમમાં પ્રવેશ મેળવી લીધો છે. દરેક નેતાઓએ બેઠકમાં ભાગ લેતી વખતે તેમને આપવામાં આવેલા ટેબ્લેટ લઈને આવવું ફરજિયાત છે.