અમદાવાદ: 50 હજાર નાના ગણપતિનું વિસર્જન થશે, માત્ર 4 ફૂટની મૂર્તિને મંજૂરી છતાં AMC 22 ક્રેન મુકશે || News11 Gujarati

ગણેશ મહોત્સવના છેલ્લા દિવસે શહેરમાં 740 સાર્વજનિક ગણેશ સહિત નાના-મોટા મળી 50 હજારથી વધુ મૂર્તિનું મ્યુનિ.એ બનાવેલા 41 કુંડમાં વિસર્જન કરવામાં આવશે. આ વર્ષે 4 ફૂટથી મોટી મૂર્તિને મંજૂરી ન હોવા છતાં મ્યુનિ. વિવિધ સ્થળે 22 ક્રેન મૂકશે. આ ઉપરાંત 47 જેસીબી અને 126 ડમ્પરની વ્યવસ્થા કરાઈ છે. વિસર્જન માટે ફાયર વિભાગના 170થી વધુ કર્મચારી હાજર રહેશે. ચાલુ વર્ષે પોલીસે ગણેશ વિસર્જન માટે સરઘસની મંજૂરી આપી હોવાથી તકેદારીના ભાગરૂપે 10 હજાર પોલીસ – સુરક્ષા કર્મચારી તહેનાત રહેશે. પોલીસે સાર્વજનિક ગણેશ વિસર્જનના સરઘસમાં માત્ર 15 વ્યકિતને જોડાવવા માટેની મંજૂરી આપી છે. આટલું જ નહીં જો ગણેશોત્સવનું સ્થળ અને વિસર્જનનું સ્થળ જુદા જુદા ઝોનમાં આવતુ હોય તો વિસર્જન માટે પોલીસ કમિશનર કચેરીમાંથી મંજૂરી લેવી પડશે. જ્યારે ગણેશોત્સવનું સ્થળ અને વિસર્જનનું સ્થળ એક જ ઝોનમાં આવતું હોય તો સ્થાનિક પોલીસની મંજૂરી લેવી પડશે. જ્યારે ગણપતિ વિસર્જનના સરઘસમાં જોડાનારા 15 માણસોના નામ – સરનામા – મોબાઈલ નંબર સહિતની માહિતી સ્થાનિક પોલીસને આપવી પડશે.

News11 Gujarati

News11Gujarati

====================

Social Media Accounts:

You Tube:https://www.youtube.com/news11gujarati

Facebook:https://www.facebook.com/news11gujarati

Twitter:https://www.twitter.com/News11gujarati

Instagram:https://www.instagram.com/News11gujarati

Website:https://www.news11gujarati.com

Email: news11gujarati@gmail.com

If you like the post, Please Like, Share and Subscribe Our Channel…