100 કલાકમાં પથરાયો 42,666 મેટ્રિક ટન ડામર | News11 Gujarati

૫૦.૦૩ કિલોમીટરનો રોડ: ૧૦૦ કલાકમાં ૪૨ હજાર ૬૬૬ મેટ્રિક ટન ડામર પાથરી વિશ્વ વિક્રમ સર્જ્યો 

પંચમહાલ જિલ્લામાં માત્ર ૧૦૦ કલાકમાં ૪૨ હજાર ૬૬૬ મેટ્રિક ટન ડામર પાથરી ૫૦.૦૩ કિલોમીટરનો રોડ બનાવવાનો વિશ્વ વિક્રમ સર્જાયો છે, ભારતમાલા દિલ્હી-મુંબઈ નેશનલ ગ્રીન કોરીડોર અંતર્ગત કાલોલ તાલુકાના ભાદ્રોલી પાસેથી પસાર થતા માર્ગના નિર્માણનો વિશ્વવિક્રમ સર્જવામાં આવ્યો છે, ભારતભરમાં ૮ લેન હાઈવેનું નિર્માણ કરતી PNC કંપની દ્વારા ૧૦૦ કલાકમાં ૪૨ હજાર ૬૬૬ મેટ્રિક ટન ડામરનો ઉપયોગ કરી ૫૦.૦૩ કિલોમીટરના ૮ લેન હાઈવેનું નિર્માણ કરવામાં આવ્યું છે.

૧૫૦ જેટલા અલગ-અલગ મશીનોની મદદથી હાઈવેનું નિર્માણ કાર્ય

જેમાં સતત ૧૦૦ કલાક ૫૦૦ કર્મીઓ તેમજ ૧૫૦ જેટલા અલગ-અલગ મશીનોની મદદથી આ હાઈવેનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું, અગાઉ આ રેકોર્ડ પણ આજ હાઇવે પર નોધાયો હતો, જેમાં ૯૩ કલાકમાં ૧૯, હજાર મેટ્રિક ટન ડામર પાથરી માર્ગ બનાવવાનો રેકૉર્ડ નોધાયો હતો. તો બીજી તરફ PNC કંપની દ્વારા કરવામાં આવેલ વિશ્વ રેકોર્ડને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોધવામાં આવ્યો છે. રોડ બનાવવાનો આ વિશ્વ વિક્રમ નોંધાતા રોડ બનાવવામાં સંકળાયેલ કર્મચારીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. અને એકબીજાને ગળે લગાવી કામગીરીને બિરદાવી હતી.