કોરોનાના પગલે 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકૂફ || News11 Gujarati

બે મહિનાથી વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર્સ સમિટ યોજવા તૈયારીઓ ચાલતી હતી પરંતુ આખરે રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે ગુજરાત સરકારે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. 10થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર્સ સમિટ યોજવા માટે સરકારે છેલ્લા 2 મહિનાથી તૈયારીઓ શરૂ કરી હતી. આ વાઇબ્રન્ટ સમિટમાં દેશના જાણીતા ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, કે.એમ બિરલા, સુનીલ ભારતી મિત્તલ, અશોક હિન્દુજા, એન. ચંદ્રશેખરન, અને હર્ષ ગોએન્કા હાજર રહેવાના હતા. તેમજ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 26 દેશ પાર્ટનર કન્ટ્રી-દેશ તરીકે જોડાયા હતા. છેલ્લા બે દાયકાથી આ સમિટને પગલે વિશ્વ માટે ગુજરાત ગેટ વે ઓફ ઇન્ડિયાની ભૂમિકા ભજવી રહ્યું છે. અગ્રણી દેશો, જેવા કે જર્મની, ફ્રાંસ, ઇટાલી, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જાપાન, રશિયા, ઇઝરાયલ, સિંગાપોર,સ્વીડન, સાઉથ કોરિયા, ડેન્માર્ક અને ફિનલેન્ડ સહિત અન્ય દેશો સમિટમાં ભાગ લેવાના હતા. કોરોના સંક્રમણ સાથે નવો વેરિયન્ટ એમિક્રોનના કેસો પણ જોવા મળ્યા છે અને તેના રોગીઓની સારવાર, આઈસોલેશન વગેરે માટે રાજ્યનું સમગ્ર વહીવટીતંત્ર પૂર્ણ તકેદારી રાખી રહ્યું છે. વિશ્વભરમાં આ મહામારીના કેસો ફરી પાછા વધવા લાગ્યા છે અને વિવિધ રાષ્ટ્રોમાં પણ સંક્રમણ વધ્યું છે. કોરોના અને એમિક્રોનના આ વાઇરસનો વ્યાપ રાજ્યમાં વધુ ન ફેલાય એની સંપૂર્ણ તકેદારી રાખીને આ મહામારીનું સંક્રમણ વધે નહીં એવા હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ બધી જ બાબતોને લક્ષમાં લેતાં રાજ્યના મુખ્યમંત્રીએ સૌ નાગરિકોના વિશાળ હિતમાં આગામી તા. 10થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલપૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસ રોકેટગતિએ વધી રહ્યા છે. એવામાં સંજોગોમાં પણ સરકાર વાઈબ્રન્ટ સમિટ યોજવાની જીદ સાથે આગળ વધી રહી હતી. એની સામે સરકારના જ કેટલાક ઉચ્ચ અધિકારીઓ નારાજગી સાથે મુખ્યમંત્રી સહિત મંત્રીઓને વાઈબ્રન્ટ સમિટ વર્ચ્યુઅલી કરવા માટે દબાણ કરી રહ્યા હતા, પરંતુ સરકારે કોઈપણ ભોગે વાઈબ્રન્ટ સમિટ યોજવા મક્કમ રહેતાં અધિકારીઓ અંદર ખાને સરકાર સામે નારાજ થયા હતા. એટલું જ નહીં, કોરોનાના કહેર વચ્ચે પણ રાજ્યના આરોગ્ય કમિશનર અને સચિવ સહિતના અધિકારીઓ કોરોનાની ઝપેટમાં આવી જતાં અનેક તર્કવિતર્કો સર્જાયા છે. મુખ્યમંત્રીએ વધુમા જણાવ્યું હતું કે ગુજરાત વિકાસનું વૈશ્વિક મોડલ છે અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વિશ્વભરના મૂડીરોકાણકારો, ઉદ્યોગકારો, રોકાણકારો માટે એક સક્ષમ પ્લેટફોર્મ બની રહી છે.

 

News11 Gujarati

News11Gujarati

====================

Social Media Accounts:

You Tube:https://www.youtube.com/news11gujarati

Facebook:https://www.facebook.com/news11gujarati

Twitter:https://www.twitter.com/News11gujarati

Instagram:https://www.instagram.com/News11gujarati

Website:https://www.news11gujarati.com

Email:news11gujarati@gmail.com

If you like the post, Please Like, Share and Subscribe Our Channel…