વિનામૂલ્યે 3,000 પાણીના કુંડા , ચકલી ઘર તથા ચણદાની સહિતનુ વિતરણ
ધાંગધ્રા ના માધવ ગ્રુપ દ્વારા વિનામૂલ્યે 3,000 પાણીના કુંડા , ચકલી ઘર તથા ચણદાની સહિતનુ વિતરણ બોહળી સંખ્યામાં લોકોએ લીધો લાભ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ધીરે ધીરે ગરમીનો પારો આસમાને ચડતો જાય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસમાં અસંખ્ય ગરમીનું પ્રમાણ વધતું દેખાય છે જેમાં ખાસ કરીને નાના પશુ પંખીઓ માટે પાણી ચણ અને આશરો મેળવવા માટે વલખા મારતા હોય છે તેવા સમયમાં જીવદયા પ્રેમીઓ દ્વારા આવા નાના અબોલ પક્ષીઓ માટે 1,000 પાણીના કુંડા 1000 લાકડાના ચકલી ઘર 1000 ચણની ડિશ સહિતનું વિતરણ કરવામાં આવ્યું હતું. માધવ ગ્રુપ દ્વારા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું