કોરડા ગામ ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોટડા ગામ ખાતે આવેલ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના નેતા અને ગામના સરપંચ શ્રી લેબાજી દાનસંગજી ઠાકોર ના નિવાસ્થાને આરોગ્ય કેમ્પ યોજાયો જરૂરિયાતમંદ 200થી વધુ દર્દીઓએ લાભ લીધો જેનું આયોજન કોરડા ગામના સરપંચ શ્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા લેંબાજી દાનસંગજી ઠાકોર અને ડોક્ટર મન્સૂરી સાહેબ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ ની અંદર પાટણના નામાંકિત ડોક્ટર હરેશભાઈ પટેલ હૃદય રોગ અને ફેફસાના સ્પેશિયાલિસ્ટ અને તેમની ટીમ દ્વારા લોકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવેલ તેમની સાથે ડોક્ટર સલમાન એસ મન્સૂરી ઉપસ્થિત રહેલા સાથે સાથે અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં રસુલખાન મલેક અને કરસનજી જાડેજા અને હાજી ખાન મલેક અણદાભાઈ આહીર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેલા મોટી સંખ્યામાં દર્દીઓને ઘર આંગણે સેવા મળતા દર્દીઓ દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી પછાત વિસ્તાર ની અંદર સેવાભાવી લોકો અને ભારતીય જનતા પાર્ટીના નેતા લેંબાજી ઠાકોર અને ડોક્ટર મનસુરી સાહેબ દ્વારા લોકોની ચિંતા કરીને સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું.