સંકલ્પ યાત્રા રથનું ગામમાં ઉષ્માભેર સ્વાગત
દેશના છેવાડાના માનવી સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ ફ્લેગશીપ યોજનાઓની માહિતિ અને લાભો પહોંચાડવા દેશભરમાં ૧૫મી નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાયો હતો. જે અંતર્ગત પાટણ જિલ્લા ના રાધનપુર તાલુકાના શિનાડ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પ્રાથમિક શાળા ખાતે ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં 400 થી વધુ લોકોએ ભાગ લઈને વિકસિત ભારત અંતર્ગત સંકલ્પ લીધો હતો. આઈસીડીડી વિભાગ દ્વારા મિલેટ્સનો સ્ટોલ રાખવામાં આવ્યો હતો જેથી મિલેટ્સ અંગે જાગૃતતા ગામમાં આવે. સરકારશ્રીની વિવિધ શાખાઓની કલ્યાણકારી યોજનાઓ વિશે પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન માહિતી આપવામાંઆવી હતી.આ ઉપરાંતપોષણ અભિયાન, આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાના ગામ વાસીઓએ સ્થળ પર જ લાભ મેળવ્યા હતા આ તકે કાર્યક્રમમાં વિવિધ અધિકારીશ્રી તાલુકાના પદાધિકારીઓશ્રી, સરપંચશ્રી સિનાડ દશરથજી રાણા,ભરતભાઈ ચૌધરી જિલ્લા પંચાયત સદસ્ય પાટણ . શ્રી સુરજગિરી ગૌસ્વામી મહામંત્રી શ્રી પાટણ જિલ્લા ભાજપ શ્રીમતી જયાબેન જી પટેલ પ્રમુખશ્રી તાલુકા પંચાયત રાધનપુર.. શ્રી શ્રવણભાઈ રાણા ન્યાય સમિતિ ચેરમેન તાલુકા પંચાયત રાધનપુર શ્રીમતી ગીતાબેન રમેશભાઈ મકવાણા તાલુકા પંચાયત સદસ્ય, ઠાકોર જીતુ જી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.