પાટણઃ રાધનપુર ખાતે 72 કલાક બાદ અંધારપટ છવાશે || News11 Gujarati

રાધનપુર ખાતે 72 કલાક બાદ અંધારપટ છવાશે

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નગરપાલિકાની બેદરકારી કે અણ આવડતના કારણે રાધનપુર નગરજનોને અંધાર પટમાં રહેવું પડશે અને પાણીનો થશે કાપ આજરોજ રાધનપુર વિધુત બોર્ડ ની કચેરી દ્વારા રાધનપુર નગરપાલિકા પાસે બાકી નીકળતા ત્રણ કરોડ 88 લાખ રૂપિયા 72 કલાકની અંદર ભરી દેવા અલ્ટીમેટમ અને નોટિસ આપવામાં આવે નગરપાલિકા દ્વારા યોગ્ય નિર્ણય કરી પૈસા નહીં ભરવામાં આવે તો 72 કલાક બાદ રાધનપુર નગર ની અંદર નગરપાલિકાના તમામ વિજ જોડાણો કાપી નાખવાનુ વિધુત બોર્ડના અધિકારી એ જણાવ્યું રાધનપુર નગરપાલિકાની અંદર જોડાણ કરેલા પાણીના કનેક્શન અને સ્ટેટ લાઈટના અને નગરપાલિકાનું કનેક્શન કાપી નાખવામાં આવશે તેવું અધિકારી શ્રી જણાવ્યું હતું નગરપાલિકા પૈસા નહિ ભરેતો જી ઇ બી વિદ્યુત બોર્ડના દ્વારા કનેક્શન કાપી નાખવામાં આવશે તો રાધનપુર નગર ની અંદર મોટી હાલાકી છવાઈ જવાની શકયતા રાધનપુર નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર સામે લોકોના ઉઠશે સવાલ