ખેડા: ગરબા નૃત્યની “અમૂર્ત સાંસ્કૃતિક વારસા” તરીકે પસંદગી || News11 Gujarati

ગરબા નૃત્યની “અમૂર્ત સાંસ્કૃતિક વારસા” તરીકે પસંદગી

આપણા માટે અતિ હર્ષની વાત છે કે આ વર્ષ માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા દેશનું ગૌરવ અને ખાસ કરીને ગુજરાત રાજ્યનું નૃત્ય ‘ ગરબા ‘ ને યુનેસ્કો ને “અમૂર્ત સાંસ્કૃતિક વારસા” તરીકે પસંદગી કરવા મોકલવામાં આવ્યું હતું. જેને યુનેસ્કો દ્વારા ગરબા નૃત્યની “અમૂર્ત સાંસ્કૃતિક વારસા” તરીકે પસંદગી થઈ છે. આ આપણા માટે અત્યંત આનંદનો અવસર છે. જેથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ધન્યવાદ આપવા માટે ગરબા નૃત્યનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તા.9/12/23નાં રોજ નડીઆદ કમલમ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈ ગરબા નૃત્ય કરી પ્રધાનમંત્રીશ્રી નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ખેડા જિલ્લાના મહિલા મોરચાના પ્રમુખ નલિનીબેન પટેલ સહિતના મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા…